કેદીઓના માનદ વેતનમાં વધારો, સબ જેલમાં કરાઈ વિશેષ ઉજવણી

- text


જેલના અધિકારીઓએ કેદીઓને શુભેચ્છાઓ પાઠવી

મોરબી : મોરબી સબ જેલમાં કેદીઓ પાસે તેઓની આવડત મુજબ વિવિધ કામગીરી કરાવવામાં આવે છે. જેનું તેઓને માનદ વેતન આપવામાં આવે છે. આ માનદ વેતનમાં વધારો થતાં આજે સબ જેલમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ કેદીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજયની જેલોમાં રહેલ સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવુતિના ભાગરૂપે સજા પુર્ણ કરી જેલ મુક્ત થયા બાદ તેઓ સમાજમાં પુનવર્સન પામી શકે,તેઓના જેલ જીવન દરમ્યાન દૈનિક પ્રવુતિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલયનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને જેલમાં કામગીરી સોપવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકુત કરી બિન કુશળ,અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેઓએ કરેલ કામગીરીના બદલામાં દૈનિક માનદ વેતન ચુકવવામાં આવે છે. જે માનદ વેતનના દર તેમજ મોંધવારી આંકને લક્ષમાં લઇ જેલોના ઇન્સ્પેકટર જનરલે સતત પ્રત્યનોશીલ રહી કેદીઓના માનદ વેતનમાં વધારો કરવાની બાબત સરકારની સક્રિયા વિચારણા હેઠળ હતી.

- text

પુખ્ત વિચારણાને આ માનદ વેતનમાં અંતે વધારો કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજ રોજ સબ જેલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ ઇ.ચા.અધિક્ષક એ.આર.હાલપરાના સાથે જેલના કર્મચારીઓ તથા જેલના કેદીઓએ ભાગ લીધો હતો.

- text