ટંકારાના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત

- text


ગ્રામજનોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી અપાઈ

ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગમે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે નાટકના માધ્યમથી જાગૃતિ આવે તેવો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગામના સરપંચ મહેશભાઈ લિખીયા, જિલ્લા પંચાયત સભ્યો નથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવિન સેજપાલ, આર.ડી.સી. બેન્કના ડિરેક્ટર સંજય ભાગીયા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, તાલુકા ભાજપ મહિલા મોરચા મહામંત્રી જયશ્રીબેન શિનોજીયા તથા ગ્રામ પંચાયત સદસ્યોં અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

- text

- text