મોરબીના પાવડીયારી પાસે જોખમી કોઝ-વે ઉપર ટ્રેકટર પલટી મારી ગયું

- text


મોરબી : મોરબીના પાવડીયારી ગામ પાસે આવેલ જોખમી કોઝ-વેનો ઢાળ ચડતી વેળાએ સિરામિક કારખાનાનો કાચો માલ ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જો કે સ્ટિયરિંગ ઉપર કાબુ ન રહેતા ડ્રાઇવર તુરંત જ કૂદી જતા તેનો બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વેમાં કપરો ઢાળ હોવાથી તે જોખમી બન્યો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા ત્યાં બ્રિજ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- text

- text