હળવદની મહિલાએ રસોડામાં છુપાવેલ વિદેશી દારૂના ચપલા પોલીસે શોધી કાઢ્યા

- text


હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતી મહિલા વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી મહિલાના ઘરના રસોડામાંથી વિદેશી દારૂના 18 ચપલા કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા આરોપી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મનસુરભાઈ મીર ઉ.45, મુળ રહે. નાડીયા વાસ,જોગાસર રોડ તા.ધ્રાંગધ્રા વાળી પોતાના ઘેર વિદેશી દારૂનો વેપલો કરતી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી ઘરના રસોડામાંથી રૂ.1800ની કિંમતની 18 ચપલા બોટલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text