મોરબીના ઘુંટુ ગામે શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ગણિત – વિજ્ઞાન પ્રદર્શનનું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતું.

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ મોરબીના કન્વીનર સંજીવભાઈએ જાવિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ આપવામાં આવેલ હતા, જેના અનુસંધાને આજે તા. ૧૧/૧૨/૨૦૨૩ ના સોમવારના સી એન પટેલ વિદ્યાલય મોરબીના ઘુંટુ ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૨૬ કૃતિઓ – ૫૨ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ હતી.

દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 શિક્ષકો ભરતભાઈ રાઠોડ અને ડી સી રાણસરીયા નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે 3૦૦ વિદ્યાર્થીઓ આવેલ. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઘૂંટુ ગામના અગ્રણીઓ સરપંચ, સ્કૂલના ટ્રસ્ટીઓ વગેરે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય વનીતાબેન ધોરિયાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન S V S કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ કૃતિ રજુ કરનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- text

- text