મોરબીની તપોવન વિદ્યાલયમાં મિસ્ટર કેલ્ક્યુલેટરનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય અને કોમર્સ સ્કુલમાં ધો.6 થી 9ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ખ્યાતનામ એવા જાણીતા તજજ્ઞ અને મિસ્ટર કેલ્ક્યુલેટરના ઉપનામથી જાણીતા અક્ષય ખત્રીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં રૂચિઓ કેમ વધે, ગણિત વિષય કેમ મનગમતો થાય અને ગણિતમાં ઘડિયાઓ કેવી રીતે સહેલાઈથી યાદ રાખી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને ભારતની સમાજ વ્યવસ્થા, ભારતની શિક્ષણ વ્યવસ્થા તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ રામાયણ, મહાભારત, રૂચાઓ, વેદો, પુરાણો અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવા બદલ તજજ્ઞ અક્ષય ખત્રીનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text