બર્ફીલા હિમાયલને પાર કરી રાજહંસ બન્યું મોરબીનું મહેમાન

- text


મોરબીના પક્ષીપ્રેમી યુવાને દુર્લભ પક્ષીની તસ્વીર પોતના કેમેરામાં કેદ કરી

મોરબી : વિશ્વના ઠંડા દેશોમાં હાલ ઠંડીની સીઝનને કારણે ઘણા બધા વિદેશી એટલે કે યાયાવર પક્ષીઓ ગરમ હુંફાળા રહેતા ભારત દેશના મહેમાન બની વિહાર કરતા હોય છે. ત્યારે વિશ્વનું અતિ દુર્લભ ગણાતું રાજહંસ પક્ષી હિમાલયની પહાડીઓ પાર કરીને છેક મોરબીમાં પહોંચ્યું છે.

અતિ દુર્લભ ગણાતું પક્ષી રાજ હંસ હિમાલય અને તિબેટ પાર કરી ભારતમાં પ્રવેશી હાલ મોરબીનું મહેમાન બન્યું છે. માઉન્ટ એવરેસ્ટ જેવા ઠંડા સ્થળો પર રહેવું મુશ્કેલ હોય તેની માત્રામાં થોડા ઓછા ઠંડા રહેતા ભારતના ગુજરાતમાં લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને મોરબી આવેલ આ દુર્લભ પક્ષીને ગગન વિહાર કરતા જોવાનો લ્હાવો અદભુત હોય છે.

- text

હાલ આ રાજહંસ પક્ષી મોરબી નજીક આવેલ મચ્છુ ડેમ પાસે જોવા મળ્યું છે. પક્ષીવિદોના મતે રાજહંસ સૌથી ઊંચું ઉડતું દુર્લભ પક્ષી છે. આ પક્ષી લાખો કિલોમીટરનો પ્રવાસ કરી મોરબી આવતા મોરબીના ભવ્ય વામજાએ ગગન વિહાર કરતા પક્ષીની અલભ્ય કહી શકાય તેવી તસ્વીરને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. તેની સાથે પક્ષી નિરીક્ષક પ્રસાદ ગણપુલે અને જીજ્ઞેશ મિયાત્રા પણ રાજહંસનો નજારો જોવા માટે જોડાયા હતા અને રાજહંસનુ બારીકાઇ ભર્યું નિરીક્ષણ કર્યું હતું.

- text