કોંગ્રેસનો અણીયારો સવાલો ! શું ગેરકાયદે ઉઘરાવાયેલ ટોલટેક્સ જવાબદારો પાસેથી વસુલ કરાશે ? 

- text


વઘાસીયા નજીક ગેરકાયદે વાહનો પસાર કરાવી સરકારની મીઠી નજર હેઠળ ઉઘરાણા થતા હોવાનો પણ કોંગ્રેસનો આરોપ : સાંસદ, ધારાસભ્ય કી બોલશે ?

મોરબી : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસીયા પાસે ટોલનાકાની બાજુમાં આવેલી બંધ ફેક્ટરીમાંથી ગેરકાયદે વાહનો પસાર કરાવી દરરોજ સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન કરવાના બોગસ ટોલનાકા પ્રકરણમાં કોંગ્રેસે સરકાર ઉપર બરાબરનું નિશાન સાધી અણીયારા સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસના આગેવાને તીખો સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, શું વાંકાનેર નજીક ગેરકાયદેસર ચાલેલા ટોલનાકામાં ગેર કાયદેસર ઉઘરાવેલો ટોલટેક્સ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે ખરા?

મોરબીના ઘુંટુ ગામના કોંગ્રેસના આગેવાન કરશનભાઈ ભરવાડ અને ઘારાભાઇ રબારીએ સંયુક્ત નિવેદનમાં ગુજરાત સરકાર અને મોરબી – રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યને બોગસ ટોલનાકા મામલે આડેહાથ લેતા જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહો કે મીઠી નજર કહો, વઘાસીયા નજીક ચાલતા ગેરકાયદેસર ટોલનાકાઓ ભાજપના જ કાર્યકરો મારફત ચાલતા હોય અને આમાં મોટામાથાઓ સંડોવાયેલ હોય ત્યારે ભાજપનાચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદસભ્ય આ બાબત કોઈ કાર્યવાહી કરવાની વાત કરશે ખરા કે પોતાના ભાજપ પક્ષના આગેવાન કાર્યકરોએ સરકારને ચૂનો લગાડેલ છે એટલે ચૂપ જ રહેશે?

- text

વધુમાં બન્ને કોંગ્રેસ અગ્રણીઓએ ઉમેર્યું હતું કે, નકલી ટોલ નાકા ઉપરથી અત્યાર સુધી ઉઘરાવવામાં આવેલ ગેરકાયદેસના ટોલટેક્સના રૂપિયા જવાબદાર અને સંડોવાયેલ લોકો પાસેથી વસૂલવામાં આવશે ખરા ? આ બાબત બહુ બોલતા ઘારાસભ્ય કે સાંસદસભ્ય કડક કાર્યવાહી કરાવશે ખરા ?તે પ્રજા જાણવા માંગે છે. એજ રીતે જે કારખાનામાં રસ્તો બનાવી ગેરકાયદેસર ટોલટેક્સ ઉઘરાવતા હતા તે કારખાનાની જમીન સીઝ કરવામાં આવશે ખરી ? સાથે જ કોંગ્રેસના આગેવાનોએ આકરા શબ્દ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે ફેક્ટરીમાંથી રસ્તો કાઢી ટોલટેક્સ ઉઘરાવનાર આરોપીના પિતા સાથે ભાજપના ધારાસભ્ય જિલ્લા પોલીસ વડાને કારખાનાના માલિકના પુત્ર નિર્દોષ છે તેવી રજૂઆત કરવા ગયેલ તો આવા પ્રતિનિધિ પ્રજાને પરેશાન કરતા પ્રશ્નો જેવા કે વ્યાજખોરોના ત્રાસ દારૂ જુગારીયાનો ત્રાસ મારામારીના બનાવો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગયેલ છે તેવી અનેક લોકોને રજૂઆતો છે ત્યારે લોકોને સાથે લઈ આ ભાજપના ધારાસભ્ય લાગતા વળગતા અધિકારી પાસે રજૂઆત કરવા જશે ખરા તેવો પણ વેધક સવાલ ઉઠાવ્યો હતો.

ભાજપની સરકાર અને ભાજપના જ આગેવાન કાર્યકરો આ નકલી બનાવટી ટોલનાકુ બનાવી ઉઘરાણા કરતા હોય અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હોય ત્યારે સરકારની આવક બારોબર ઉઘરાવી ઘરભેગા કરતા હોવાની ખબર પણ આ ભાજપના ધારાસભ્ય ને હોવા છતાં જિલ્લા પોલીસ વડા પાસે આવા ગેરકાયદેસના બનાવટી ટોલ નાકા ચલાવતા લોકો આમાં સંડોવાયેલ નથી તેવી રજૂઆત કરતા ભાજપના આ ધારાસભ્ય ને શરમ ન આવી જે સરકાર નુ પ્રતિનિધિ કરે છે એ સરકાર ના અઘિકારી એ કરેલ ફરિયાદ શું ખોટી છે તો આવા લોકો નો બચાવ કરવા જવું પડે એ પ્રજા જાણવા માંગતી હોવાનું જણાવી આ બાબતે ભાજપના ધારાસભ્ય અને સાંસદસભ્ય કડક કાર્યવાહી કરવા ક્યારે રજુઆત કરશે અને લૂંટીને લઇ ગયેલ નાણાં રિકવર કરી જમીન સીઝ કરવા સરકારને રજુઆત માટે આગળ આવે તેવી પ્રજા વતી કોગ્રેસ પક્ષના આગેવાનોએ અંતમાં માંગ ઉઠાવી હતી.

- text