મોરબીના બેલા ગામ નજીક યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો, ત્રણ કિશોરો ઝડપાયા

- text


વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા યુવાનને મોબાઇલની લૂંટના ઇરાદે ત્રણેય કિશોરોએ પતાવી દીધો હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીના બેલા ગામની સિમ ખોખરા હનુમાનજી રોડ પર આવેલ સીરામીક કારખાનામાં કામ કરતો યુવાનની છરીના ઘા ઝીકીને નિર્દયી હત્યા કરવાના બનાવનો એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો હતો અને પોલીસની તપાસમાં મૃતક યુવાન કારખાનામાંથી વહેલી સવારે કુદરતી હાજતે ગયા બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોએ તેની મોબાઈલ ફોનની લૂંટના ઇરાદે હત્યા કરી નાખી હોવાનું ખુલતા પોલીસે ત્રણ કિશોરોને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના બેલા રોડ ઉપર ખોખરા હનુમાનજીની જગ્યા નજીક આવેલા ફ્યુઝન ગ્રેનાઈટો સીરામીક ફેકટરીને લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતો અમરીશ નારાયણભાઈ સરકાર (ઉ.વ.23) નામના શ્રમિક યુવાન ગત તા.3ના રોજ આ સીરામીક કારખાનામાં નાઈટ શિપમાં કામ કરતો હતો અને વહેલી સવારે આ યુવાન કારખાના બહાર કુદરતી હાજતે ગયા બાદ બેલા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ બાબતનું મનદુઃખ રાખી અમરીશ નારાયણભાઈ સરકારને છાતીના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ બનાવની એલસીબીએ ગહનતાથી છાનબીન કરતા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની આ હત્યામાં સંડોવણી ખુલી હતી. પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવાન કુદરતી હાજતે ગયા બાદ ત્યાં ત્રણ કિશોરોએ તેને આંતરી તેની પાસેથી મોબાઈલ ફોન લૂંટ કરવામાં ઝપાઝપી થતા તેમજ યુવાને પ્રતિકાર કરતા એક કિશોરે યુવાનને છાતીના ભાગે છરી મારો દેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં ત્રણેય તરુંણો મોબાઈલ લઈને નાસી છૂટ્યા હતા. આથી એલસીબીએ આજે આ યુવાનની હત્યા કરનાર ત્રણ કિશોરોને મોબાઈલ ફોન સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text