બગથળા હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 47 વર્ષ પછી જુના સંસ્મરણો વાગોળશે

- text


17 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદના અને સ્નેહમિલન યોજાશે

મોરબી : સમગ્ર સોંરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા મોરબી તાલુકાનાં બગથળા ગામમાં સને 1959માં હાઈસ્કૂલની સ્થાપના થઈ હતી આ હાઇસ્કૂલના જૂની એસ.એસ.સી. વર્ષ 1975/76ની બેચના 100 જેટલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્રારા, 47 વર્ષ બાદ ફરી ભેગા મળીને ગુરુ વંદના અને સ્નેહમિલનનો એક અનોખો કાર્યક્રમ આગામી તા. 17 ને રવિવારે પટેલ સમાજવાડી, બગથળા મુકામે હાઇસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય ત્ર્યંબકભાઈ પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

- text

ગુરુ વંદના અને સ્નેહમિલનના આ કાર્યક્રમમાં નકલંક મંદિર, બગથળાના મહંત દામજી ભગતના હરતે દીપ પ્રાગટ્ય કરી અને આર્શીવાચન પાઠવશે. આ કાર્યક્રમમાં જેણે જીવતરને શીખવ્યું, કેળવ્યું અને શિસ્તના પાઠ શિખવ્યા એવા ગુરૂજનોનું વિશિષ્ઠ રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવશે, દિવગંત શિક્ષકો અને સહાધ્યાયીઓને શ્રધ્ધાજંલી આપવામાં આવશે ,જેણે પાયાની કેળવણી આપી છે તેવા પ્રા.શાળાના શિક્ષકો અને ગામના દીર્ઘદ્રષ્ટા વડીલોનું રૂજ્જુ સ્મરણ કરી, તેઓને પણ શ્રધ્ધાજંલિ આપવામાં આવશે . ગુરુને પણ ગુરુઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થશે, તેમજ ત્રણ – ત્રણ પેઢીના ગુરુજીઓ અને વિદ્યાર્થીઓ એક જ મંચ પર જોવા મળશે. 47 વર્ષ બાદ યોજાતા આ કાર્યક્રમમાં શાળા જીવનની યાદ તાજી કરવા અને શાળાના સંસ્મરણોને વાગોળવા અને આ વિશિષ્ઠ કાર્યક્રમમાં ભાગ લેવા બધાજ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે.. કાર્યક્રમને સફળ બનાવવા માટે રતનજીભાઇ પડસુંબિયા ( મો. ૮૧૬૦૧ ૩૪૦૧૧ ), સરોજબેન મારવાણિયા અને અન્ય વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text