મોરબી જલારામ મંદિરે આયોજિત નેત્રયજ્ઞ કેમ્પમાં 290 દર્દીઓએ લાભ લીધો

- text


ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી.કારીયા સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમાં નેત્રમણી કેમ્પ યોજાયો

મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજિત સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 290 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તેમજ 146 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

મોરબી ખાતે આયોજિત કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.ચંદ્રિકાબેન ચુનીલાલ કોટક પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો. આ તકે ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી. કારીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 26 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ 8304 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 3586 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ 290 લોકોએ લાભ લીધો હતો તેમજ 146 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકભાઈ ચંડિભમર, અરવિંદભાઈ સોમૈયા,પારસભાઈ ચગ,સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમા જણાવ્યુ છે.

- text

- text