ઘુમાઓ બલ્લા ઔર મારો સિક્સ : થ્રિલ એન્ડ ચિલમાં બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન

 

6 પ્લેયરની અફલાતૂન અને અનોખી ક્રિકેટ ગેમ, પોતાની સ્ક્વોડ સાથે મેદાનમાં ઉતરીને મજા લ્યો : વિજેતાને આકર્ષક ઇનામ
સૌરાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 5 ડીસેમ્બરથી શરૂ થશે ટુર્નામેન્ટ : મેજીક ઓવરનું ખાસ આકર્ષણ, જેમાં રન ડબલ મળશે : 64 ટિમો ભાગ લઈ શકશે, વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ક્રિકેટરો તૈયાર થઈ જાવ. થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા બોક્સ ક્રિકેટ લીગનું 5 ડીસેમ્બરથી ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો તમારી સ્કવોડ સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આજે જ સંપર્ક કરો.

રાજકોટ – મોરબી હાઇવે ઉપર વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્રનું સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. 105 ફૂટ/ 70 ફૂટના આ ગ્રાઉન્ડની હાઈટ 30 ફૂટ છે. અને તે આર્ટિફિશયલ ગ્રાસથી સજ્જ છે. આ ગ્રાઉન્ડ ઉપર બોક્સ ક્રિકેટ લીગ 6 v/s 6નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 64 ટિમો વચ્ચે જંગ ખેલાશે.

આ ટુર્નામેન્ટમાં 6 પ્લેયર્સની ટિમ રહેશે. જેની એન્ટ્રી ફી માત્ર રૂ. 3600 છે. ફાઇનલ વિજેતાને રૂ. 25000નું ઇનામ અને સેકન્ડને રૂ. 15000નું ઇનામ મળશે. આ ટુર્નામેન્ટના 10 ઓવરની ઇનિંગ રહેશે. એક પ્લેયર 2 ઓવર નાખી શકશે. આ ઉપરાંત ખાસ આકર્ષણ એ હશે કે દરેક ટીમોને એક મેજીક ઓવર આપવામાં આવશે. ટીમે અગાઉથી આ ઓવર સિલેક્ટ કરવાની રહેશે. જેમાં રન ડબલ મળશે. બાકીના તમામ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના લાગુ પડશે. માત્ર LBW અને લેગ બાય રન નહિ ગણાય. રૂફને બોલ ટચ થાય તો બાઉન્ડ્રી કે વિકેટ નહિ ગણાય. અમ્પાયરનું ડિસીઝન ફાઇનલ ગણાશે. અન્ય નિયમો મેચ સમયે જણાવાશે.

થ્રિલ એન્ડ ચિલ
વૃંદાવન પાર્ટી પ્લોટ,
મોરબી-રાજકોટ હાઇવે,
મોરબી
મો.નં.9913822788
મો.નં.9537463711