હળવદમાં હરસ, મસા, ફિસર, ભંગદરના રોગોનો વિનામૂલ્યે આર્યુવેદ નિદાન-સારવાર કેમ્પ

- text


જિલ્લા આર્યુવેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન

હળવદ : મોરબી જિલ્લાના આર્યુવેદ અધિકારીની સૂચના-માર્ગદર્શન હેઠળ હળવદ ખાતે હળવદના આર્યુવેદ સરકારી દવાખાના દ્વારા મળમાર્ગના રોગો એટલે હરસ, મસા, ફિસર, ભંગદરના રોગોનો વિનામૂલ્યે આર્યુવેદ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આજની થકના મના હૈ વાળી દોડધામ ભરી જિંદગી અને બેઠાડુ જીવનને કારણે ઘણા લોકો રોગોના ભોગ બનતા હોય છે. ખાવા-પીવાની વર્તમાન જીવનશૈલીને કારણે અનેક લોકો હરસ, મસા, ફિસર, ભંગદર જેવા મળમાર્ગના રોગોમાં સપડાય જતા હોવાથી આવા રોગોના દર્દીઓને સ્વસ્થ રાખવા માટે હળવદના આનંદપાર્ક-2, નાલંદા સ્કૂલ સામે આવેલ સરકારી આર્યુવેદના દવાખાના ખાતે તા.28 નવેમ્બરને મંગળવારે સવારે સવારે 9થી 11 દરમિયાન હરસ, મસા, ભંગદર, મળમાર્ગે ચિરા પડવા અને લોહી પડવું જેવા મળમાર્ગના રોગો માટે વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આથી મળમાર્ગના રોગોનો શિકાર બનેલા લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text