રાજ્યમાં માવઠાની આગાહી, ઠંડી વધવાના અણસાર

- text


મોરબી : રાજ્યમાં હજુ શિયાળો જામ્યો નથી ત્યાં જ આગામી ચારથી પાંચ દિવસમાં માવઠું થવાની શકયતા રાજયના હવામાન વિભાગે વ્યક્ત કરી ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 25 અને 26 નવેમ્બરે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. તેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. માવઠાના કારણે રાજ્યમાં ઠંડીમાં પણ તીવ્ર વધારો થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેના કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની શક્યતા છે. 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના જોવામાં આવે છે. પાંચ દિવસ પછી માવઠું પડે તો તાપમાનમાં પણ લગભગ ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

- text

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, 25 તારીખથી બે દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.

- text