નવા વર્ષે નાટયકલાને પ્રોત્સાહન ! મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેરી પરંપરા

- text


ગૌશાળા કે અન્ય પરોપકારી કાર્યો માટે જ ઘનતેરસથી લાભપાંચમ સુધી નાટકોના આયોજન

મોરબી : મોરબી શહેર અને ગામડાઓમાં ટેકનોલોજીનો કોઈ ઉદય થયો ન હતો તે જમાનામાં ભવાઈ-નાટકો વારે તહેવારે ભજવતા અને લોકો પણ મોડી રાત સુધી નાટકને માનતા પણ આજે ટેકનોલોજીના કારણે જમાનો ઘણો બદલાય ગયો છે. મનોરંજનની અતિશય ભરમારને નાટય કલા ડચકા ખાઈ રહી છે.પણ મોરબીના ગામડાઓમાં પરમાર્થ માટે આજેય પણ નાટયકલા જીવંત રહી છે.

મોરબીના બગથળા સમસ્ત ગામ તેમજ અભિલાષા ગૌસેવા યુવક મંડળ દ્વારા તા. 12 નવેમ્બરને ગૌસેવાના લાભાર્થે ધાર્મિક તેમજ કોમિક નાટક ભજવાયું હતું. મોરબીના લખધીરપુર ગામે ગૌ સેવાના લાભાર્થે શુક્રવારે રા’નવઘણ નાટક રજુ થયું હતું. મોરબીના ઘુંટુ (હરીનગર) ગામે 10 નવેમ્બરને શુક્રવારે બાપા સિતારામ ગૌશાળા- ઘુંટુના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના અણીયારી ગામે 13 નવેમ્બરે સોમવારે રાત્રે સોનબેનની ચૂંદડી નાટક તેમજ કોમિક, મોરબીના ખરેડા ગામે ધનતેરસે ગૌ સેવા માટે નાટક અને કોમિક ભજવાયું હતું. જ્યારે તા.15મીએ ગૌસેવા માટે મોરબીના રાજપર (કુંતાસી) ગામે નાટક અને કોમિક ભજવાશે. સજનપર ગામે 15મીએ ગૌસેવા માટે જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠારાનો ઇતિહાસ નાટક ભજવશે. મોરબી જીલ્લાના સરદારનગર (સરવડ) ગામના ગરબી ચોકમાં સરવડ યુવક મંડળ દ્વારા તા. 14 નવેમ્બરને મંગળવારે રાત્રે 9:30 કલાકે ગૌસેવા માટે ઐતિહાસિક અને ધાર્મિક નાટક ભજવવામાં આવશે. જયારે મોરબીના વાઘપર ગામે હનુમાનજી મંદિર પ્લોટ વિસ્તારમાં આજે તા. 14 ને બેસતા વર્ષની રાત્રે 9 કલાકે મોક્ષપૂરીના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર એભલવાળો ભજવાશે

- text

- text