દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને પટરાણી રુક્મિણીજી એ સવાંદ કર્યો ને શરૂ થઈ સબરસ ખરીદવાની પરંપરા

- text


મોરબી : નવા વર્ષે શુકનમાં મીઠું ખરીદવાની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પટરાણી રુક્મિણીજી સાથે પણ જોડાયેલી છે. કહેવાય છે કે રુક્મિણીજીએ ભગવાન દ્વારકાધીશને અચાનક સવાલ કર્યો કે તમે મને કેટલો પ્રેમ કરો છો? શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો છે કે તમે મને મીઠા જેટલા વ્હાલાં લાગો છો. આવું સાંભળીને રુક્મિણીજી રિસાઈ ગયા અને તેમને મનોમન નક્કી કર્યું કે ભગવાન કૃષ્ણ મારી મીઠા જેટલી જ કિંમત કરે છે.

જેને જોઈને શ્રી કૃષ્ણએ રુક્મિણીજી માટે પકવાન બનાવવાનો આદેશ કર્યો. તેમાં મીઠાનો ઉપયોગ ન કરવા કહ્યું. શ્રીકૃષ્ણના આદેશથી પકવાન અને રસોઈ તૈયાર થયાં. રુક્મિણીજી અને શ્રીકૃષ્ણ સાથે જ જમવા બેઠાં. મીઠા વગરની રસોઈ અને પકવાનનો સ્વાદ માણ્યા બાદ રુક્મિણીજીએ ભોજન પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી.

ત્યારે ભગવાન કૃષ્ણએ રુક્મિણીજીને સમજાવતા કહ્યું કે હું તમને આજે પણ મીઠા જેટલો પ્રેમ કરું છું. શ્રી કૃષ્ણની વાત સાંભળીને રુક્મિણીજીને પોતાની ભૂલ સમજાઇ અને સમજાયું કે જે રીતે પકવાનમાં મીઠાની અતિ આવશ્યકતા છે, તેવી રીતે શ્રી દ્વારકાનાથના જીવનમાં રુક્મિણીજીનું સ્થાન અમુલ્ય છે.

- text

આ કથાથી મીઠાનું જીવનમાં શું મહત્વ હોઈ શકે તે સમજાતા કૃષ્ણકાળથી મીઠાને સબરસ તરીકે ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે ત્યારથી લોકો મીઠાને શુકન ગણે છે અને સૌ નવા વર્ષને દિવસે મીઠા – સબરસની ખરીદી થતી હોય છે.

- text