મોરબીમાં દિવાળીની રાત્રે 21થી વધુ સ્થળોએ આગ ભભૂકી

- text


દિવાળીની રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડ રાતભર દોડતું રહ્યું : ફટાકડાની આતષબાજીથી ઠેરઠેર આગની હૈયાહોળી

મોરબી : મોરબીમાં દિવાળીની રાત્રે ફટાકડાની ભવ્ય આતિષબાજી થઈ હતી. રાતભર ફટકડાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. પણ આડેધડ ફટાકડા ફૂટવાથી ચોમેર આગ લાગવાની હૈયાહોળી સર્જાઈ હતી. ફટાકડાને કારણે 21થી વધુ સ્થળોએ આગ લાગતા રાતભર ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું અને ફાયર બ્રિગેડને બે ઘડી નિરાંતે શ્વાસ લેવાની પણ ફુરસદ મળી ન હતી.

મોરબી ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં ફટાકડાને કારણે આગજનનીના બનાવોમાં સરળતાથી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામેકાંઠે, નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો કુલ સ્ટાફ 15 સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાનથી અત્યાર સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં અલગ અલગ 21 ફાયર કોલ આવ્યા હતા.જેમાં કચરાના ઢગલામાં, ઝાડી ઝાંખરામાં, ખુલ્લી જગ્યામાં, નીરણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કનીમાં, એવી વિવિધ જગ્યાએ આગજનનીના બનાવો બન્યા હતા.સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

વધુમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાનું શરૂ જ થતા આગ લાગ્યાના કોલની વણઝાર લાગી હતી. જેમાં એક કોલ ફટાકડાથી આગ લાગ્યાનો બનાવ આવ્યા બાદ ત્યાં પહોંચતા આગ માંડ માંડ બુઝાવી હોય ત્યાં બીજા સ્થળે આગ લાગયાનો મેસેજ આવી જતો આવી રીતે રાતભર ઘરેઘરે ફટાકડા ફૂટતા રહ્યા અને એક સ્થળે આગનો કોલ આવતા હજી ત્યાં પહોંચી ત્યાંજ બીજે સ્થળે આગ લાગ્યાનો કોલ આવી જતા આખી રાત ઠેરઠેર આગ લાગવાથી ફાયર બ્રિગેડની આકરી કસોટી થઈ હતી. ફાયર ફાઈટરના બાઉઝર પાણી ભરીને તૈયાર જ રાખેલા હતા. આથી કોઈ અગવડતા લાગી ન હતી. કોઈ જગ્યાએ કચરામાં તો કોઈ જગ્યાએ ઘરમાં, ઉકરડામાં, નીરણમાં એમ 21થી વધુ જગ્યાએ આગ લાગ્યાના કોલ આવ્યા હતા. પણ દરેક સ્થળે ફાયર બ્રિગ્રેડે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેથી આગથી કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.

- text

- text