મોરબીમાં ભરબજારે ગેસના બાટલાને પાટા મારી લઈ જવાનો વીડિયો વાયરલ

પરપ્રાંતીય શખ્સ નહેરુ ગેઇટ ચોકમાં ગેસના બાટલાને પાટુ મારી રેડવતા -રેડવતા લઈ જતો હોવાની ધ્યાને આવતા પોલીસે યોગ્ય કાર્યવાહી કરી

https://youtube.com/shorts/kn7q6oyz8qE?si=Wi1QuTvN_coAIRx_

મોરબી : મોરબીની ભરબજારે આજે દિવાળી નિમિતે ભારે ભીડ હોવાની વચ્ચે એક પરપ્રાંતીય શખ્સ નહેરુ ગેઇટ ચોકમાં ગેસના બાટલાને પાટુ મારી રેડવતા -રેડવતા લઈ જતો હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ રીતે ગેસનો બાટલો લઈ જવાતો હોય અને ન કરે નારાયણ ને કદાચ ગેસ લીકેજ થાય તો અનહોની થવાની ભીતિ હોવાનું ધ્યાને આવતા પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હતી.

મોરબીના હૃદય સમાન અને મુખ્ય બજાર વિસ્તાર મહેરુ ગેઇટ ચોકમાં એક ગેસ ભરેલો બાટલો જોખમી રીતે લઈ જવાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આજે દિવાળી હોવાથી બજારોમાં પગ મુકવાની જગ્યા પણ ન બચી હોય તેવી ભીડ વચ્ચે એક પરપ્રાંતીય શખ્સ ગેસ ભરેલા બાટલાને માથે ઉપાડી સલામત રીતે લઈ જવાને બદલે ગેસ ભરેલા બાટલાને પગેથી લાત મારી-મારીને લઈ જતો હતો. આજે દિવાળીના દિવસે છેલ્લી ઘડીએ દિવાળીના શોપિંગ માટે આ ભર બજારમાં માનવ મેદની ઉમટી પડ્યાની વચ્ચે આ પરપ્રાંતિય શખ્સની જોખમી હરકતથી ગેસ લીકેજ કે બીજી કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી ભીતિથી લોકો ડઘાઈ ગયા હતા. પણ દિવાળી નિમિતે આ ભર બજારમાં ટ્રાફિક અને લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેતા પોલીસ સ્ટાફને આ ગંભીર બાબત ધ્યાને આવતા પરપ્રતિય શખ્સને તેની જવાબદારીનું ભાન કરાવી ગેસ ભરેલા બાટલાને માથે ઉપડાવી ભયજનક દુવિધાને દૂર કરી હતી.