વનવાસ બાદ ભગવાન શ્રી રામના દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા આગમનની ખુશીમાં ઉજવાઈ છે દિવાળી

- text


અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો દિવાળીનો તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ છે

મોરબી : આજે દેશભરમાં દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે. દિવાળી ઉજવવા પાછળની લોકપ્રિય પૌરાણિક કથાઓમાં સૌથી મુખ્ય છે શ્રીરામનું અયોધ્યા આગમન. કથા એવી છે કે રાવણના વધ પછી શ્રીરામ પુષ્પક વિમાન દ્વારા પત્ની સીતા સાથે અયોધ્યા આવ્યા હતા.

ભગવાન રામ જ્યારે માતા કૈકયી દ્વારા આપવામાં આવેલા 14 વર્ષના વનવાસને પૂરો કરીને તેમજ રાવણનો વધ કરીને પાછા અયોધ્યા આવ્યા હતા, ત્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના આવવાની ખુશીમાં અયોધ્યામાં લોકોએ ઘરોમાં દીવાઓ અને રંગોળી કરી સજાવટ કરી હતી. આમ, 14 વર્ષ બાદ અયોધ્યાના રાજા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા. આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.

અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો દિવાળીનો તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ છે. રામાયણ મુજબ અયોધ્યામાં રામનું આગમન પ્રતિકાત્મક સંદર્ભે માનવીમાં સદગુણો અને શ્રદ્ધાના આગમનને દર્શાવે છે.

- text

- text