મોરબીની પંચાસર ચોકડીએ દેશી દારૂ સાથે બે ઝડપાયા 

- text


મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીકથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરતા આરોપી કિશોરસિંહ ઉદુભા ઝાલા, રહે.મોરબી કંડલા બાયપાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અને પૃથ્વીરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા, રહે.મોરબી શકતશનાળા પટેલવાડી સામે ભાડાના મકાનમા મુળરહે.એંજાર તા.હળવદ નામના આરોપીઓને 8લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 160 તેમજ એક્ટિવ મોટર સાયકલ કિંમત રૂપિયા 50 કુલ રૂપિયા 50,160ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ રહે.મોરબી શનાળારોડ હાઉસિંગ બોર્ડ વાળાનો હોવાનું કબુલતા પોલીસે તત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text