વાંકાનેર બાઊન્ડ્રી નજીકથી ટ્રક ડ્રાઇવરનું અપહરણ, પ્રેમ પ્રકરણ કારણભૂત 

- text


ટોલનાકે ટ્રાફિક જામમાં ઉભેલા ટ્રકમાં ચડી ગયેલા બે શખ્સોએ ટ્રક ચાલકનું અપહરણ કરી માર મારી મોબાઈલ લૂંટી લીધો 

વાંકાનેર : વાંકાનેર બાઊન્ડ્રી નજીકથી ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા ટ્રક ડ્રાઇવરનું ચાર શખ્સોએ અપહરણ કરી માર મારી મોબાઈલ લૂંટી લેતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા ટ્રક ચાલક સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળ પોતાનો ટ્રક લઈને રાજકોટ તરફ જતા હતા હતા ત્યારે વાંકાનેર બાઊન્ડ્રી નજીક ટોલનાકે ટ્રાફિક જામ હોય ટ્રક ઉભો રાખતા તેમના જ ગામના આરોપી નારણભાઇ બેચરભાઇ તેમજ નાનુભાઇ કમાભાઇ નામના આરોપીઓ ટ્રકમાં ચડી ગયા હતા અને સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળનું અપહરણ કરી રાજકોટ તરફ લઇ ગયા હતા જ્યાં અન્ય કારમાં આવેલા આરોપી નાજાભાઇ માત્રાભાઇ અને વિપુલભાઇ ખીમાભાઇ રહે. જાની વડલા, તાલુકો ચોટીલા વાળાઓએ સવસીભાઇને પકડી રાખી બેફામ માર મારી મોબાઈલ પડાવી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળને આરોપી નારણભાઇ બેચરભાઇની બહેન સાથે પ્રેમસંબંધ હોય પ્રેમ સંબંધમાં આ બનાવ બન્યો હોવાનું ખુલતા તમામ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text