મોરબીના નવલખી બાયપાસે વિદેશી દારૂના 75 ચપલા પકડાયા, આરોપી ફરાર 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી બાયપાસ નજીક ગાયત્રી આશ્રમ પાછળ આવેલ ધૂતારીની વાડીમાં દરોડો પાડી આરોપી દીપકભાઇ સુરેશભાઇ આત્રેસીયાએ વેચાણ માટે રાખેલ રોયલ સ્ટેગ બ્રાન્ડ વિદેશી દારૂની 180 મીલીની 75 ચપલા બોટલ કિંમત રૂપિયા 7500નો મુદામાલ પકડી પાડ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી દિપક હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text