મોરબીના જાંબુડિયા નજીક દેશી દારૂના જથ્થા સાથે 3 પકડાયા 

- text


મોરબી એલસીબી ટીમે કચરાના ઢગલા દારૂનો વેપલો કરતા શખ્સોને ઝડપી લીધા 

મોરબી : મોરબી એલસીબી ટીમે જાંબુડીયા ગામના પાવરહાઉસ પાછળ કચરાના ઢગલામાં દેશી દારૂનો વેપલો કરતા ત્રણ શખ્સોને 100 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને અન્ય બે આરોપીઓના નામ ખુલતા પાંચ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામના પાવરહાઉસ પાછળ કચરાના ઢગલામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી જયેશભાઇ જંયતિભાઇ માકાસણા, રહે.નવાધરમપુર તા.જી.મોરબી, કરણભાઇ રમેશભાઇ અગેચાણીયા, રહે.મોરબી કબીરટેકરી શેરી નંબર-1 અને શાહબાજ ફારૂકભાઇ શાહમદાર રહે.મોરબી મચ્છીપીઠ ઇદગાહની અંદર નામના આરોપીઓ દેશી દારૂની 400 કોથળીમાં ભરેલ 100 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓની પૂછતાછમાં આરોપી યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચાણીયા રહે.ધરમપુર રોડ લાભનગર સોસાયટી મોરબી અને નીલેષ ઉર્ફે નીલો દિનેશભાઇ મજેઠીયા નામના ઇસમોના નામ ખુલતા એલસીબી ટીમે પાંચેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text