આજે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ : સુનામીથી બચવા માટે આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ

ડિસેમ્બર, 2004માં હિંદ મહાસાગરમાં સુનામીની ઘાતક આપત્તિ છેલ્લા 100 વર્ષોમાં આવેલા કુદરતી સંકટને વટાવી ગઈ

મોરબી : આજે 05 નવેમ્બર એટલે કે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ છે. નીચાણવાળા ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતી વસ્તીમાં સુનામી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે.

સુનામી શબ્દ એ જાપાનમાંથી આવેલો છે. સુનામી એટલે ટેક્ટોનિક પ્લેટ્સ. એકબીજા સાથે અથડામણ થતા સમુદ્રમાં ધરતીકંપ અથવા તો જ્વાળામુખી ઉત્પન્ન થાય છે, જેના કારણે સુનામી આવે છે. સુનામી આવે ત્યારે જાનહાની અને માલહાની થાય છે. ખૂબ જ વેગથી આવતા પાણીના મોજા લોકોને વધારે માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે. સુનામી બે પદ્ધતિઓ દ્વારા નુકસાનનું કારણ બની શકે છે: (1) ઝડપ (2 ) પાણીની વિશાળ માત્રા. આ બંને કારણ લોકોના રહેઠાણ અને વ્યવસાયને નુકસાન કરવા માટે જવાબદાર છે. સુનામીના તરંગો ઊંડા પાણીમાં જેટ વિમાન જેટલી ઝડપથી મુસાફરી કરી શકે છે

સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ મુજબ ડિસેમ્બર, 2004માં હિંદ મહાસાગરમાં સુનામીએ અઢી લાખ લોકોનો ભોગ લીધો હતો. આ ઘાતક આપત્તિ છેલ્લા 100 વર્ષોમાં આવેલા કોઈપણ અન્ય કુદરતી સંકટને વટાવી ગઈ હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તોફાન, સુનામી અને પૂરની અસર થતી હોય છે. તેઓને સુનામી સાથે સંકળાયેલા જોખમો વિશે શિક્ષિત કરવા અને સુનામીની અસરો ઘટાડવા માટે નીતિઓ અને વ્યૂહરચનાઓનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે.

વર્ષ 2020માં વિશ્વ સુનામી જાગૃતિ દિવસની રચના 30 દિવસની ઝુંબેશ તરીકે કરવામાં આવી હતી. જેમાં ખાસ ધ્યાન વૈજ્ઞાનિક નિપુણતા, સ્વદેશી જ્ઞાન અને ડિસેમ્બર 2004ની સુનામીની સ્મૃતિ પર મૂકવામાં આવ્યું હતું.

કહેવાય છે કે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યો હતો. તેણે જોયું કે સમુદ્રમાં સામાન્ય કરતા વધારે મોજાં ઉછળી રહ્યાં હતાં અને તેને લાગ્યું કે આ સુનામીની સૌથી મોટી નિશાની છે. તેથી, તે સમજી-વિચારીને પોતાના ચોખાના પાકને આગ લગાડીને ગામના લોકોને મેદાન તરફ ભાગી જવાનું કહ્યું અને તેણે લોકોને સુનામીથી બચાવ્યા. આ ખેડૂતની યાદમાં દર વર્ષે ૫મી નવેમ્બરે ‘વિશ્વ સુનામી જાગૃતતા દિવસ’ ઉજવવામાં આવે છે.

સુનામીથી બચવા વૃક્ષારોપણ

સુનામીથી બચવા માટે આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. જેથી, કરીને વૃક્ષ અંદરના પાણીને જાળવવામાં મદદ કરે છે. તેથી જ કહેવાય છે કે પર્યાવરણની કાળજી રાખશો તો પર્યાવરણ આપણી કાળજી રાખશે. આમ, વૃક્ષારોપણ આપણને સુનામીથી બચાવી શકે છે.