ઘરે બેઠા કોમ્પ્યુટર ઉપર કામ કરી કંટાળી ગયા છો ? મોરબીમાં સૌપ્રથમ કો-વર્કિંગ સ્પેસની સેવા શરૂ

 

તમામ પ્રકારના રિમોટ વર્ક કે કોમ્પ્યુટર ઉપર વર્ક કરતા લોકો માત્ર નજીવા ભાડે ઓફિસમાં બેસી પોતાનું કામ કરી શકશે : ઓફિસમાં વાઇફાઇ, એસી, પ્રિન્ટર, કોન્ફરન્સ રૂમ, સીસીટીવીની સેફટી, લોકર સહિતની સવલતો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘરે બેઠા કોમ્પ્યુટર ઉપર કામ કરી કંટાળી ગયા છો ? તો મોરબીમાં સૌપ્રથમ શરૂ થયેલી કો-વર્કિંગ સ્પેસની સેવાનો લાભ લ્યો. જ્યાં ઓફિસમાં અદ્યતન સુવિધાઓ સાથે કલીગ સાથે વાતોના ગપાટા મારી હળવાશથી કામ કરવાનો આનંદ લેવા જેવો છે.

મોરબીમાં સૌપ્રથમ કો-વર્કિંગ સ્પેસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રેડિંગ બિઝનેશ, સોશિયલ મીડિયા માર્કેટર, સ્ટોક માર્કેટ ટ્રેડર, ઇ-કોમર્સ સેલર, ડિજિટલ માર્કેટર, વેબ ડેવલપર, કન્ટેન્ટ રાઇટર, ફ્રી લાન્સર, આર્કિટેક, એકસપોર્ટર, ડિઝાઈનર સહિતના પ્રોફેસન સાથે જોડાયેલ લોકો પોતાની પર્સનલ ઓફિસ રાખે છે અથવા તો ઘરે બેઠા કામ કરે છે. પણ આવું કરવું એકદમ કાંટાળા જનક તથા ખર્ચાળ બની રહે છે.

આ સમસ્યાના સમાધાન માટે મોરબીમાં કો- વર્કિંગ સ્પેસની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ઓફિસ હશે. જ્યાં વાઇફાઇ, એસી, પ્રિન્ટર, કોન્ફરન્સ રૂમ, સીસીટીવીની સેફટી, લોકર સહિતની સવલતો હશે. તો અહીં પોતાનું વર્ક શરૂ કરવા આજે જ સંપર્ક કરો.

વધુ વિગત માટે
પ્રદીપભાઈ અઘારા
મો.નં.9328552909