માળિયાના ભાવપર ગામે 5 નવેમ્બરે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : માળીયા તાલુકાના ભાવપર ગામે આગામી તારીખ 5 નવેમ્બરના રોજ ભાવપર ગામ દ્વારા અને સત્યમ હોસ્પિટલ- મોરબીના સહયોગથી મલ્ટી સ્પેશ્યાલિટી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 5 નવેમ્બર ને રવિવારે સવારે 9-30 થી બપોરે 12-30 કલાક સુધી ભાવપર ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં ડો. ધર્મેશ ભાલોડીયા (એમડી, મેડિસીન) મગજ, હૃદય, ફેફસા, પેટ-લીવર, કિડનીના રોગ, ડાયાબિટીસ, બીપી, થાયરોડ, લોહીની બીમારીઓ, દરેક પ્રકારના તાવનું નિદાન અને સારવાર કરશે. ડો. પુનિત પડસુંબિયા (એમડી, વૃદ્ધરોગ નિષ્ણાત) મોટી ઉંમરે થતાં રોગો જેવા કે શારીરિક નબળાઈઓ, ભૂલવાની બીમારી, કંપવા, કિડની-હૃદયની જુની બીમારીઓ તથા માનસિક બીમારીઓનું નિદાન અને સારવાર કરશે. ડો. ભાર્ગવ વસીયાણી (એમએસ, સર્જન) પેટને લગતાં રોગો જેમ કે જુની કબજિયાત, સારણગાંઠ, પીતાશયની પથરીઓ, કિડનીની પથરીઓ, હરસ-મસા, ભંગદરનું નિદાન અને સારવાર કરશે. ડો. યોગેશ વઘાસિયા (ઓર્થોપેડિક સર્જન) દરેક પ્રકારના દુઃખાવાનું નિદાન અને સારવાર કરશે. ડો. કરણ સરડવા (એમડી પેડિયાટ્રિક) બાળકોને લગતા રોગનું નિદાન અને સારવાર કરશે. ડો. બીના સરડવા (એમએસ ઓપ્ટીલ) આંખને લગતા રોગનું નિદાન અને સારવાર કરશે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મો.નં. 97952 22888 પર સંપર્ક કરવા મનહરભાઈ બાવરવા, મનહરભાઈ ગામી અને રવજીભાઈ સરડવા દ્વારા જણાવાયું છે.

- text

- text