શિક્ષકોને BLOમાંથી મુક્તિ આપો: મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજુઆત

- text


પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરી અન્ય કર્મચારીઓને BLOની કામગીરી સોંપવા કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં BLO તરીકે કામગીરી કરતા પ્રાથમિક શાળાના શિક્ષકોને મુક્ત કરી અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવા મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, BLOની કામગીરીમાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખુબ જ વધુ છે. એક શાળામાંથી 50 ટકા કે તેથી વધુ પ્રાથમિક શિક્ષકો બીએલઓ તરીકેના હુકમો આપેલ હોય વર્ષ દરમ્યાન સતત મતદારયાદી સુધારણાની કાનગીરી, બીએલઓની ઓનલાઈન કામગીરી, ડોર ટુ ડોર કામગીરી ચાલુ જ રહેતી હોય, શિક્ષણકાર્યમાં, શાળા વ્યવસ્થાપનના અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બીએલઓની કામગીરી શાળા સમય દરમ્યાન કરવાની ન હોય તો બીએલઓને એ કામગીરીની પ્રાપ્ત રજા આપવામાં આવે છે. એ રજાઓ બીએલઓ શાળાના શૈક્ષણિક વર્ષમાં જ ભોગવતા હોય એનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બને છે.

- text

આમ પણ પ્રાથમિક શિક્ષકો શિક્ષણ સિવાયના 110 જેટલા શિક્ષણ સિવાયના બિન શૈક્ષણિક કામોનું ભારણ તો છે જ, એમાં પણ બીએલઓ તરીકેની કામગીરીનું ભારણ હોય શિક્ષકો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા ન હોય શાળાની શૈક્ષણિક ગુણવત્તા નબળી રહેતી હોય બીએલઓ તરીકે ઈલેક્શન કમિશનના ઉપરોક્ત પત્રના નિયમ 1.4 ના પેટા નિયમ Dની જોગવાઈ મુજબ બુથ લેવલ ઓફિસર તરીકે ઓછામાં ઓછા સૂચિત કરવાના નિયમાનુસાર મોરબી જિલ્લામાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરી અન્ય વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લા દ્વારા પ્રવિણભાઈ સોનગ્રા (પૂર્વ ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ) અને વર્તમાન કારોબારી ચેરમેનને સાથે રાખી બીએલઓમાં પ્રાથમિક શિક્ષકોને ઓછા પ્રમાણમાં લેવા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

- text