હળવદના જુના અમરાપર ગામની શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ 

- text


હળવદ : હળવદ તાલુકાના જુના અમરાપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વ નિમિત્તે શાળામાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મન ભરીને ગરબે રમ્યા હતા.

જુના અમરાપર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિવિધ રાસ જેવા બેહણી,દોઢીયુ,હીંચ,ટીટોડો,ટીમલી, ત્રણ તાલી ગરબા આનંદ,ઉલ્લાસ અને ઉમંગભેર રમ્યા હતા. માં શક્તિની આરાધના કરવા આવ્યા હોય તેવી રીતે પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈ બાળાઓ ગરબે હિલોળે ચડ્યા હતા. વિદ્યાર્થીઓને પરંપરાગત ડ્રેસ અને શ્રેષ્ઠ ગરબા નૃત્યના પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક પ્રવીણભાઈ, જિજ્ઞાસાબેન, અશ્વિનભાઈ અને મગનભાઈ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

- text

- text