રાજકોટના નિષ્ણાંત ડો.ફાલ્ગુન ધોરીયાણી દ્વારા મોરબીમાં આર્થરાઇટિસ (સંધિવા) ડેની ઉજવણી 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ૧૨ ઓક્ટોબરને વિશ્વ આર્થરાઇટિસ (સંધિવા) ડે તરીકે ઉજવવામાં આવે છે. સાથે સમગ્ર ઓક્ટોબર માસને આર્થરાઇટિસ અવેરનેસ માસ તરીકે ઉજવવામાં આવે છે. જેને અનુસંધાને તા. ૧૩ના રોજ મોરબીના એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રાજકોટના નિષ્ણાંત રુમેટોલોજિસ્ટ ડો.ફાલ્ગુન ધોરીયાણીની વિશેષ ઉપસ્થિતિમાં આર્થરાઇટિસ અવેરનેસ સંવાદ યોજાયો હતો.

મોરબી ખાતે આ કાર્યક્રમ સંધિવા અને તેને લાગતી બીમારીઓની કૃતજ્ઞતા માટે કરવામાં આવ્યો હતો. આ સંધિવા અને તેની બીમારીઓ દિવસે દિવસે વધી રહી છે. ભારતમાં આ પ્રકારની બીમારીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. દવાથી આ પ્રકારના રોગોમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે અને રોજિંદા જીવનમાં તકલીફ ઓછી થઈ જાય છે.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અને ડો. ફાલ્ગુન ધોરીયાણી સાહેબ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રકારના રોગમાં વહેલાસર નિદાન થવું જરૂરી છે અને સમયસરની સારવાર કરવી આવશ્યક છે. આનાથી ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. આ માટે દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા અને દર્દીઓ સાથે સંવાદ થયો હતો. જેમાં દર્દીઓએ પોતાના મંતવ્ય પણ રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં દર્દીઓને જરૂરિયાત મુજબ કેલ્શિયમના બિસ્કિટ આપ્યા હતા.

ડો. ફાલ્ગુન કે.ધોરીયાણી

આસ્થા આર્થરાઇટિસ & રૂમેટોલોજી ક્લિનિક

બીજો માળ, વાત્સલ્ય પ્લાઝા,

રાજનગર પાસે, 

ચંદ્રેશનગર મેઈન રોડ, રાજકોટ