મોરબીમાં સગીરાનો બીભત્સ વિડીયો ઉતારી પૈસા પડાવનાર શખ્સને ઝડપી પાડતી પોલીસ

- text


વિડીયો કોલ કરી ધાક ધમકી આપી કપડા ઉતરાવીને સ્ક્રીન રેકોર્ડ કર્યા બાદ રોકડ, બુટી અને મોબાઈલ પડાવી લીધા હતા, મદદ કરનાર એક સગીરા સામે પણ કાર્યવાહી 

મોરબી : મોરબીમાં એક સગીરા સાથે મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી શખ્સે વીડિયોકોલ કરી ધાક ધમકી આપીને નગ્ન થવા મજબુર કરી સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરી 70 હજાર રોકડા, સોનાની બૂટી અને મોબાઈલ ફોન પડાવી લીધા હતા. આ શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોકમાં મોચી શેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલા નામના શખ્સે એક સગીરા સાથે મળી અન્ય 13 વર્ષની સગીરા સાથે મોબાઈલ ફોનના માધ્યમથી સંપર્ક કેળવી મિત્રતા કરી હતી. બાદમાં તેને સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી હતી. આટલેથી જ નહીં અટકતા શખ્સે વીડિયોકોલ કરી નગ્ન થવા મજબુર કરી બિભિત્સ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.

- text

વધુમાં બન્નેએ સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને કટકે-કટકે રૂપિયા 70 હજારની રકમ પડાવી લીધા બાદ સગીરાની કાનમાં પહેરવાની બુટી તેમજ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ પડાવી લેતા બનાવ અંગે સગીરાના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને નરાધમ શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 384, 354 (A), 354 (D), 506 (R), 114 અને પોક્સો એક્ટ 2012ની કલમ 12, 17, 18 મુજબ ગુન્હો દાખલ કરી બન્નેને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text