હળવદના કેદારીયા પાસે પ્લાયવુડ ભરેલી ટ્રકમાં આગ લાગી

- text


ટ્રકના કેબીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

હળવદ : આજે મોડી સાંજે હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક હાઈ-વે પર માળિયા તરફથી પ્લાયવુડ ભરી હળવદ તરફ આવી રહેલ ટ્રકના કેબીનમાં ઓચિંતાની આગભુકી ઉઠી હતી.જોકે આ બનાવવાની જાણથતા હળવદ પાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબુમાં લીધી હતી.પ્લાયવુડ ભરેલા ટ્રકના કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.બીજી તરફ આગ લાગવાની સાથે જ ડ્રાઇવર ટ્રકની નીચે ઉતરી જતા અન્ય કોઇ જાનહાની ન થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- text