મોરબીમાં સબ જેલ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી સબ જેલ ખાતે ઇન્ટેગ્રેટેડ વેલનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે સબ જેલ ખાતે ૫૬ બંદીવાન ભાઈઓની તેમજ બે બંદીવાન બહેનોની HIV, TB, STI અને Hepatitisની B & C તપાસ કરવામાં આવેલ હતી.

જિલ્લા ટી. બી અને એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ દિશા-ડાપ્કુ ટીમના સુરેશ ચૌહાણ, સી. એસ.ઓ અને સુભીક્ષા પોગ્રામના મીનાબેન પરમાર દ્રારા સમગ્ર કેમ્પેઈન આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં HCTS ટીમના વસંતભાઈ કાઉન્સેલર, જસ્મીતાબેન એલ.ટી એ હાજર રહી કામગીરી કરી હતી. આ કેમ્પેઈનને સફળ બનાવવા સબ જેલ મોરબીના આધિક્ષક ડી.એમ.ગોહિલ તેમજ જેલર પી.એમ.ચાવડા અને સમગ્ર જેલ સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text

- text