હળવદ નજીક હોટેલ સંચાલકને પોશડોડાના જથ્થા સાથે ઝડપી પાડતી એસઓજી

- text


મોરબી : હળવદ-ધ્રાંગધા હાઇવે પર સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલના સંચાલકને 331 ગ્રામ પોશડોડાના જથ્થા સાથે એસઓજીએ ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજીની ટીમને બાતમી મળેલ કે હળવદથી ધ્રાંગધા જતા રોડની જમણી સાઇડ ઉપર સુખપર ગામની સીમમાં આવેલ બાબા રામદેવ નામની હોટલના સંચાલક કરારામ લીછમનારામ ચૌધરી પોતાના કબજા ભોગવટા વાળી બાબા રામદેવ હોટલમાં ગે.કા.રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જેના આધારે એસઓજી ટીમે રેડ કરી હોટેલ સંચાલકને પકડી પાડી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી),૧૫(બી) મુજબ ની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પો.સબ ઇન્સ. એમ.એસ અંસારી, કે.આર.કેસરીયા એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, ફારૂકભાઇ પટેલ, રસીકભાઇ કડીવાર, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણકયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા તથા અશ્વિનભાઇ લાવડીયા રોકાયેલ હતા

- text

.

- text