લાંબા સમયથી જેલમાં બંધ કેદીઓને મુક્તિ માટે ખાસ બેઠક મળી

- text


મોરબીમાં જીલ્લા સેવા સત્તા મંડળની યુ.ટી.આર.સી. સ્પેશિયલ કેમ્પેઇનની પ્રથમ મિટીંગ મળી 

મોરબી : સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા રિટ અરજી (સિવિલ) ન. 406/2013 અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, દિલ્હી તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ની સૂચના અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ યુ.ટી.આર.સી. સ્પેશિયલ કેમ્પેઇન 2023 અંતર્ગત લાંબા સમયથી જેલમાં બંધ કેદીઓની મુક્તિ માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં અંડર ટ્રાયલ પ્રિઝનર (કાચા કામ ના કેદી) ને સર્વોચ્ચ અદાલત અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા કાયદા હેઠળના ધારા ધોરણો મુજબ જેલ મુકત કરવા યુ. ટી. આર. સી. સ્પેશિયલ કેમ્પેઇન 2023 અંતર્ગત પ્રથમ મિટીંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં અલગ અલગ ગુનામા લાંબા સમયથી જમીન મળવા છતાં જામીન પર મુકત થઇ શકેલ નથી તેવા અને જામીન લાયક ગુનામા જેલમાં છે તેવા અને કાયદાથી અન્ય રીતે જામીન મુકત થવા પાત્ર છે તેવા આરોપીઓ ની છોડવાં માટે ભલામણ કરવામાં આવી હતી.

- text

આ તકે જિલ્લા અદાલતના મુખ્ય જજ અને ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના પી. સી. જોષી, જિલ્લા કલેક્ટર મોરબી જી. ટી. પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી, સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી બી. એસ. ગઢવી તેમજ સબ જેલ મોરબી ના સુપ્રિટેન્ડન્ટ ડી. એમ. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

- text