રસ્તા ઉપર ડમ્પર ચાલકોની ધૂળની રંગોળીથી વાહન ચાલકો પરેશાન

- text


માટેલ રોડ ઉપર આજે બપોરના સમયે ડમ્પરમાંથી ઢગલા બંધ માટી પડતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબી જિલ્લામાં માટી અને રેતીનું પરિવહન કરતા હેવી ડમ્પરોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે આજે બપોરના સમયે માટેલ રોડ ઉપર રસ્તા ઉપર ધૂળની રંગોળી કરવા નીકળેલા હેવી આઈવા ડમ્પરના ચાલકે રીતસરનો હાહાકાર મચાવતા નાના વાહન ચાલકો અને કાર ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મોરબી જિલ્લાના ડમ્પર ચાલકોને નંબર પ્લેટ લગાડવામાંથી મુક્તિ આપનાર આરટીઓ અને પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે દરરોજ હજારો ડમ્પર રેતી તેમજ ધૂળ ભરીને માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે દોડી રહ્યા છે. નિયમ મુજબ તાલપત્રી બાંધવી ફરજિયાત છે અને વાહનમાંથી ધૂળ કે રજકણ ન ખરે તે માટેની કાળજી લેવાની હોય છે પંરતુ આ નિયમો મોરબી જિલ્લાના અમલી જ ન હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે.

- text

આજે વાંકાનેરના માટેલ રોડ ઉપર નિયમ મુજબ તાલપત્રી બાંધીને નીકળેલ હેવી ડમ્પરમાં ઓવરલોડ માટી ભરવામાં આવી હતી અને પાછળ ઠાઠાના ભાગમાંથી માટીના દરેડા રોડ ઉપર રંગોળી પૂરતા હોય વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ડમ્પર ચાલકે પાછળ તરફ નંબર પ્લેટ લગાવવાને બદલે ચેસીસમાં નંબર લખીને ગાડું ગબડાવી અન્ય બાઈક ચાલકો તેમજ કાર ચાલકો માટે જોખમ સર્જતાં એક કાર ચાલકે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપતો વીડિયો ઉતારી લઇ ડમ્પર ચાલકોની લાપરવાહી ઉજાગર કરવા પ્રયાસ કર્યો હતો.

- text