માળીયા પાલિકાની બાજુમાં જ પાણી ભરાયા

- text


માત્ર બે ત્રણ ઇંચ વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં દેકારો

માળીયા : માળીયા શહેરમાં આજે બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં જ પાલિકા કચેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોમા દેકારો બોલી ગયો હતો

માળિયા શહેરના સંધવાણી વાસ વિસ્તારનો એક વિડીયો આજે વાયરલ થયો છે જેમાં નગરપાલિકાની બાજુમાં જ આવેલ સંધવાણી વાસના વિસ્તારમાં થોડા જ‌ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જો કે, આનાથી વધારે વરસાદ આવે તો અહીં બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ હોવાનું અને નગરપાલિકા બાજુમાં જ કોઈ પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે. નગરપાલિકાની બાજુમાં જ આવું હોય તો માળીયાના બીજા વિસ્તારો કેમ સુરક્ષિત રહે તેવા સવાલ ઉઠ્યા છે. હાલ સંધવાણી વાસ વિસ્તારની સમસ્યાની જેમ અન્ય વિસ્તારમાં પણ વરસાદમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text