મોરબી અને હળવદમાં લાંબા સમય બાદ ધીમીધારે મેઘરાજાની એન્ટ્રી

- text


મોરબી : મોરબી અને હળવદ પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઈ છે અને ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જ્યારે ટંકારા, વાંકાનેર અને માળીયામાં હજુ મેઘરાજાની એન્ટ્રી થઈ નથી.

મોરબીમાં આજે મોડી સાંજે વીજળીના ચમકારા બાદ રાત્રે 8 વાગ્યા પછી એકદમ ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને વરસાદ ધીમીધારે શરૂ થતાં રસ્તાઓ ભીના થયા છે. હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. જ્યારે હળવદ પંથકમાં પણ છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ધીમીધારે હળવદ પથકને મેઘરાજા ભીંજવી રહ્યા છે. જો કે ભાદરવો શરૂ થતાં મેઘરાજાએ પગરવ કર્યા છે અને વરસાદ માટે ભાદરવો ભરપૂર અને પડે ત્યાં પોટલા એવું કહેવાતું હોવાથી આ ભાદરવા માસમાં મેઘરાજા મન મુકીને વરસી પડે તેવી ખેડૂતોના હૈયે આશા છે. જ્યારે ટંકારા અને માળીયા અને વાંકાનેરમાં વરસાદ પડ્યો નથી.

- text

- text