હળવદ પંથકમાં 13 વર્ષની તરુણી માતા બની, દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

- text


દુષ્કર્મ પીડિતાને હવસનો શિકાર બનાવનાર તેનો ભાવિ પતિ જ નીકળ્યો, નાની ઉંમરે સગાઈ બાદ શખ્સે આ કૃત્ય આચર્યું

હળવદ : હળવદ પંથકમાં એક નરાધમે સગાઈ ઘયા બાદ હેવાનીયતની હદ પાર કરીને 13 વર્ષની સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવતા આ 13 વર્ષની તરુણી આજે કુંવારી માતા બની હતી. આ નરાધમના પાપે તરુણી માતા બનતા આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં સગીરાના પિતાએ પોતાના થનાર જમાઈ સામે કુકર્મ આચર્યાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

હળવદ પંથકમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હળવદ પંથકમાં રહેતી એક 13 વર્ષની કિશોરી આજે કુંવારી માતા બની છે. નરાધમના પાપનો ભોગ બનેલી આ કિશોરીએ આજે દીકરીનો જન્મ આપતા નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટી ગયો છે. આ બનાવ અંગે કિશોરીના પિતાએ નરાધમ ગોપાલ લીલાભાઈ ઠાકોર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરિયાદીની પુત્રી સાથે સગાઈ થઈ હતી. આ બન્ને પક્ષની સામસામી સગાઈ થઈ હતી. એટલે આરોપીની બહેનની કિશોરીના ભાઈ સાથે સગાઈ થઈ હતી. જેમાં ગત તા.20/12/2022થી 2023 દરમિયાન ફરિયાદીની પુત્રી સાથે આરોપીની સગાઈ થઈ હોય આરોપી અવારનવાર ફરિયાદીના ઘરે આવતો હોય અને ફરિયાદીના ઘરે જ આરોપીએ વારંવાર કિશોરીને હવસનો શિકાર બનાવતા ગર્ભવતી થઈ ગઈ હતી. ગત તા.15/9ના રોજ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનોને પોતાની પુત્રી નાની વયે ગર્ભવતી બની હોવાની ખબર પડી હતી. આથી તાકીદે સગીરાને હળવદ બાદ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડતા ત્યાં હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપતા તેના પિતાએ પોતાના થનાર જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ભારેખમ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

- text