આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને ઈન્ડિયન લાયોનેસ ક્લબ નિ:શુલ્ક ત્રિપલ સી કોર્સ કરાવશે

- text


મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દર વર્ષે સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડ્યાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આર્થિક રીતે પછાત પરિવારના બાળકો માટે નિ:શુલ્ક કમ્પ્યુટરનો 3 મહિનાનો CCC સર્ટિફાઇડ કોર્સ કરાવવામાં આવશે.

આજના સમયમાં કમ્પ્યુટર શીખવું ખુબ જ જરૂરી બની ગયું છે. જો વ્યક્તિને કમ્પ્યુટર આવડતું હોય તો તે પોતે આર્થિક રીતે પગભર બની શકે છે ત્યારે આ હેતુ સાથે ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે નિ:શુલ્ક કમ્પ્યુટરના 3 મહિનાનો CCC સર્ટિફાઇડ કોર્સ કરાવવાનું આયોજન કરાયું છે. આ કોર્સ Heenaben Parmar sujatan computer class માં કરાવવામાં આવશે. ગત વર્ષે પણ મોટી સંખ્યામાં બાળકોએ આ કોર્સનો લાભ લીધો હતો. આ ક્લાસ માટે લિમિટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધાવવા જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે મયૂરીબેન કોટેચા- 9275951954 નો સંપર્ક કરવાનો રહેશે. પરિવારની આર્થિક પરિસ્થિતિ તપાસ કર્યા પછીથી બાળકોને એડમિશન આપવામાં આવશે.

- text

- text