મોરબીના યુવા શક્તિ ગ્રુપે સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂર્ણ કરી

- text


મોરબી : ઈમરજન્સી સમયે મદદ માટે જાણીતા મોરબીના યુવા શક્તિ ગ્રુપ મોરબી તથા રાજકોટમાં 365 દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યું છે. ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાતની સાથે જન્માષ્ટમી પર્વ આવી રહ્યો હોવાથી સોર્ટેજ ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યુવા શક્તિ ગ્રુપના આ કાર્યથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે પણ કોઈ દર્દી કે દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી નહીં થાય. તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે. આ માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text