મોરબીની નાલંદા કિડ્સ સ્કુલમાં જનમાષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની અવની ચોકડી પર આવેલી નાલંદા કિડ્સ સ્કુલની મુખ્ય બ્રાન્ચ ખાતે જનમાષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

જેમાં વાંસળી સજાવવાની સ્પર્ધા, દહીં હાંડી સ્પર્ધા, હાંડી શણગારવાની સ્પર્ધા, શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ઉચ્ચારણ સ્પર્ધા અને રાધાકૃષ્ણ પહેરવેશ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા શાળા શણગારવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની જન્મ લીલાથી લઈ અને તેમના ભગવદ્ ગીતા સાર સુધીની યાત્રાનું શાબ્દિક અને નાટક રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર મેનેજમેન્ટ ટીમ વતી ડિરેક્ટર નિયતિ પાંચોટિયાએ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text