મોરબીના રફાળેશ્વરમાં જૂની અદાવતમાં લૂંટ,હુમલો : સામસામી ફરિયાદ 

- text


એક પક્ષે રિવોલ્વર, પાઇપ ધોકાથી હુમલાની ફરિયાદ નોંધાવી : બીજા પક્ષે નિર્લજ્જ હુમલો, એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરી 

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળો કહી યુવાન ઉપર હુમલો કરાયા બાદ આઠ શખ્સોએ મંડપ સર્વિસના ધંધાર્થીને માર માર્યા બાદ મંડપ સર્વિસનો ધંધાર્થી બાઈક મૂકી નાસી જતા હુમલાખોરોએ આ યુવાનના ઘેર જઈ તેના પિતા અને અન્ય એક મહિલા ઉપર હુમલો કરી રિવોલ્વર તાકી રોકડ રકમની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ સામે પક્ષે પણ જૂની અદાવતમાં પાંચ શખ્સોએ હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કરી નિર્લજ્જ હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રફાળેશ્વર ઠાકર મંદિરની બાજુમાં રહેતા ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવા નામના મંડપ સર્વિસના ધંધાર્થી યુવાને આરોપી ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા રહે.લીલાપર, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા રહે.મચ્છોનગર તેમજ બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને દસેક મહિના અગાઉ આરોપી ગૌતમ સાથે ઝઘડો થયો હોય જેનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. વધુમાં ફરીયાદી જેન્દ્રભાઇ ઉર્ફે ગજન બારોટને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ પડતુ હોય જે આરોપીઓને નહી ગમતા તેઓ ગઈકાલે આરોપીના ઘર પાસેથી નીકળતા લાગ જોઇ જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં પાછળની બાજુ તેમજ શરીરે લાકડાના ધોકાના ઘા મારી બાઈક સહીત પાડી દઇ ગાળો દઇ ધોકાના ઘા મારતા ગજેન્દ્ર ઉર્ફે ગજન પોતાનું બાઈક મુકી પોતાના ઘરે ભાગી ગયો હતો. જે બાદ તમામ આરોપીઓ ક્રેટા કાર તથા એકટીવા લઈને ગજેન્દ્ર ઉર્ફે ગજનના ઘેર ધસી આવ્યા હતા અને ઘાતક હથિયાર વડે હુમલો કરી સાહેદ દક્ષાબેનને ધોકાવડે માર માર્યો હતો. અને ગજેન્દ્રના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ પ્રાણઘાતક હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ગજેન્દ્રના ખીસ્સામાં રહેલા રૂપીયા-13 હજારની લુંટ કરી એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી ઘરની બહાર પડેલી વસ્તુઓમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

બીજી તરફ સામે પક્ષે ફરિયાદી પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વીપુલ ગીરધરભાઇ વાઘેલા રહે. ગામ રફાળેશ્વર વાળાએ ગજન બારોટ, ભાવેશ ઉર્ફે કાલી, રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજુભાઇ સુમેસરા અને પવુભા ગઢવી રહે.રફાળેશ્વર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ગજેન્દ્ર ઉર્ફે ગજને અગાઉ તેમના મિત્ર ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણાને છરી મારેલ હોય તેમના લતામાં આવવાની ના પાડેલ હોય તેમ છતા આરોપી ગજન ફરીયાદીના લતામાં જઇ સાહેદ જયશ્રીબેન સાથે જેમતેમ વર્તન કરતા જયશ્રીબેને પારસભાઈને ફોન કરી પોતાના ઘરે બોલાવતા ગજનને સમજાવેલ અને બાદમાં ગજનના પિતાને આ બાબતે વાત કરવા જતા આરોપીઓએ ઝઘડો કર્યો હતો અને આરોપી પવુભા ગઢવીએ જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડા બોલી ગાળો આપી તેમજ આરોપી રાજુભાઇએ સાહેદ સુનીતાબેનનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી ગુન્હાહિત બળ વાપરી નીર્લજ હુમલો કર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text