સીરામીક ફેકટરીમાં માટીના ઢગલામાં દટાઈ જતા માસુમ બાળકનું મોત 

- text


મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીમાં બનેલા બનાવથી અરેરાટી 

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીમાં માતાપિતાની નિષ્કાળજીથી માટીના ઢગલામાં દટાઈ જતા માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઈસ્ટોન સીરામિક ફેકટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા મંછારામ ખેમારામ બારેલા કામ કરી રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર વિશાલ ઉ.4 નામનો બાળક માટીના ઢગલા ઉપર ચડતા માટીના ઢગલામાં દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text