મોરબીના ત્રાજપરમાં જુગારધામ ઝડપાયું, 6 જુગારી પકડાયા 

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં હડકાઇ માતાના મંદિર નજીક રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા મકાન માલિક સહિતના છ જુગારીઓને ઝડપી લીધા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ત્રાજપર વિસ્તારમાં હડકાઇ માતા વાળી શેરીમાં રહેણાંક મકાનમાં આરોપી જેન્તીભાઇ ગાંડુભાઇ માજુસા નાલ ઉઘરાવી જુગાર રમાડે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આરોપી જેન્તીભાઇ ગાંડુભાઇ માજુસા, અસદભાઇ સિપાઈ, દેવજીભાઇ જીવણભાઇ બાવરવા, સુખરામભાઇ પ્રભુભાઇ જીંજવાડીયા, રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયા અને દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા તીનપત્તિનો રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપીયા 25,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text