મોરબીમાં 108ના પાઇલોટ બનવા 200 ઉમેદવારોએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી 

- text


લાલબાગ 108 યુનિટ ખાતે સૌરાષ્ટ્રભરના ઉમેદવારો ઉમટ્યા 

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ સ્થિત 108ની ઓફીસ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાના 108 એમ્બ્યુલન્સ પાઇલોટની ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરના 200 ઉમેદવારોએ 108ના ડ્રાઈવર તરીકે ટેસ્ટ આપી હતી.

આજરોજ મોરબી ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર કક્ષાના 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરની ભરતી કેમ્પમાં ભાગ લેવા માટે રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી ઉમેદવારો આવ્યા હતા. 200 જેટલા ઉમેદવારોની લેખિત, મૌખિક અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી હતી. તેમાંથી 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે 25થી 35 વર્ષના યુવાનોની પસંદગી કરવામાં આવશે. 108ના એમ્બ્યુલન્સના ડ્રાઈવરની ભરતીનો કેમ્પ ગુજરાતમાં માત્ર ચાર જગ્યાએ રાખવામાં આવ્યો હતો. જેમાંથી સૌરાષ્ટ્ કક્ષાનો કેમ્પ મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો.

આ ભરતી કેમ્પમાં આવેલ 200માંથી 70 ઉમેદવારોની 108ના ડ્રાઈવર તરીકે પસંદગી કરવામાં આવશે. એટલે હજુ ઉચ્ચ લેવલે એક ઇન્ટરવ્યૂ ગોઠવ્યા બાદ સિલેક્શન થશે. હાલ 108, 181 સહિતના જુદાજુદા વિભાગોમાં ડ્રાઈવર તરીકે એક્ઝામ લેવામાં આવી છે. જેમાં લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા મોરબી ખાતે લેવામાં આવી હોવાનું 108 વિભાગના અધિકારી મનવીર ડાંગરે જણાવ્યું હતું.

- text

- text