મોરબી જિલ્લામાં 114.47 લાખની વીજચોરી ઝડપાઇ

- text


મોરબી, ભુજ,અંજાર અને જામનગરની ટીમોએ પાંચ દિવસ સુધી ચેકીંગ ઝુંબેશ જારી રાખી, સૌથી વધુ રહેણાંકમાં 90 લાખની વીજચોરી ઝડપાઇ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં મોરબી, ભુજ,અંજાર અને જામનગરની ટીમોએ પાંચ દિવસ સુધી ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખતા 114 લાખની વીજ ચોરી ઝડપી લઈ વીજચોરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર અને જિલ્લામાં વીજચોરી કરતા તત્વો ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી, વધુમાં મોરબી, ભુજ,અંજાર અને જામનગરની ટીમોએ પાંચ દિવસ સુધી ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોરબી શહેર, ગ્રામ્ય, ટંકારા, હળવદ અને વાંકાનેર પંથકમાંથી ટીમોએ 1855 રહેણાંકમાં ચેકીંગ કરતા 288 કિસ્સામાં વીજચોરી ઝડપી લઈ 90.36લાખની વીજચોરી પકડી લેવામાં આવી હતી, આ ઉપરાંત 170 જેટલા કોમર્શિયલ અને અન્ય વીજ કનેક્શન ચેક કરતા 30 કિસ્સામાં ગેરરીતિ સબબ 24,15 લાખ સહીત કુલ 114.47 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text