મોરબીના હાઉસિંગ બોર્ડના કવાટર્સના પુનઃ નિર્માણ મામલે સ્થાનિકોની કમિટી બનશે 

- text


ધારાસભ્ય અને આગેવાનોએ સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક યોજી

મોરબી : મોરબીમાં જર્જરિત બની ગયેલા શનાળા રોડ હાઉસિંગ કવાટર્સ મામલે મોરબી માળિયાના ધારાસભ્ય કાન્તિલાલા અમૃતિયાએ સ્થાનિકો સાથે મિટિંગ યોજી વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.સાથે જ સ્થાનિક લોકોની કમિટી દ્વારા નિર્ણય કરી સરકારમાં જર્જરિત આવાસોની નવીનીકરણ યોજના વિષે યોજના ઘડવા નક્કી કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વર્ષો જુના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર મામલે મોરબી માળીયાના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ સ્થાનિક રહેવાસીઓ સાથે વ્યવસ્થિત બેઠક યોજી પ્રશ્નનો ટૂંક સમયમાં ઉકેલ લાવવા ખાતરી આપતા સ્થાનિક રહેવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના 86 બિલ્ડીંગમાં દરેક બિલ્ડીંગ દીઠ સ્થાનિક આગેવાનોની કમિટી બનાવી સરકારમાં નવીનીકરણ યોજના માટે દરખાસ્ત કરવા નક્કી કરાયુ હતું.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના અગ્રણી હિરેનભાઈ પરબતભાઇ કરોતરા, લાભુબેન કરોતરા, જેન્તીભાઇ વિડજા, શૈલેષભાઇ માકાસણા, પ્રભાતદાન ગઢવી, દેવેન્દ્રભાઈ સજનપર, જયશ્રીબેન વાઘેલા, યોગીભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text