મોરબીમાં મહેતા પરિવાર આયોજિત કથાનું રસપાન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

- text


મહેતા પરિવાર દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં મહેતા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો ગઈકાલે તારીખ 10 ઓગસ્ટ ને ગુરુવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કથાના પ્રથમ દિવસે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કથામાં હાજરી આપી હતી અને કથાનું રસપાન કર્યું હતું.

મોરબીના કાયાજી પ્લોટ મેઈન રોડ, શનાળા રોડ પરના હરિઓમ હાઈટ્સ ખાતે દિલીપભાઈ અમૃતલાલ મહેતા તથા મહેતા પરિવાર દ્વારા 10 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ગઈકાલે 10 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાજરી આપી હતી. આ તકે દિલીપભાઈ મહેતાના પરિવાર દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરાયું હતું. તેઓને ધાર્મિક પુસ્તક અર્પણ કરાયું હતું. કાંતિભાઈ અમૃતિયાએ કથાનું રસપાન કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કથામાં ભાગવતાચાર્ય શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે.

- text

- text