ભૂગર્ભ તારી વહેતી ગંદકી ! જુના બસસ્ટેન્ડ રોડ ઉપર ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત

- text


એક મહિનાથી ગટર ઉભરાતી હોય અને નગરપાલિકાને રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સરદાર રોડ ઉપર છેલ્લા એક મહિનાથી ગટરની ગંદકી સતત ઓવરફ્લો થયા કરતી હોવાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. સરદાર રોડ ઉપર બેન્ક તેમજ દુકાનો અને વાણિજ્ય કોમલેક્સ આવેલા હોવાથી આ ગટરની ગંદકીથી વેપારીઓની માઠી દશા થઈ રહી છે અને એક મહિનાથી ગટર ઉભરાતી હોય અને નગરપાલિકાને રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સરદાર રોડ ઉપર છેલ્લા એક મહિનાથી ગટરની ગંદકી રોડ ઉપર પથરાય રહી છે. હાલ ચોમાસામાં વરસાદ ન હોવા છતાં ગટરના દૂષિત અને ગંધાતા પાણી નદીના વહેણની જેમ વહી રહ્યા છે. આ અંગે સ્થાનિક સંજયભાઈ વોરાએ જણાવ્યું હતું કે, સરદાર રોડ ઉપર બેન્ક ઓફ બરોડા તેમજ અનેક દુકાનો અને મોલ કોમલેક્સ આવેલા હોય ત્યાંજ આ ગટરની ગંદકીથી વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. નગરપાલિકાને પહેલા ફોન કર્યો તો કહ્યું કે અરજી આપો પછી અરજી આપી છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે. આ ગટરની ભાગ્યે જ સફાઈ થાય છે. વારંવાર ગટર ચોકઅપ થઈ જાય છે. ક્યારેક નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આવીને ગટર સાફ કરે છે. પણ ઉપરછલ્લી સફાઈ કરતા હોવાથી આ ગટર ઉભરવાનો પ્રશ્ન યથાવત રહે છે. આથી ગટરની ગંદકીથી રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર ગટરની યોગ્ય રીતે સફાઈ કરે તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

- text

- text