ટમેટા – કોથમીરના ભાવમાં ગાબડા, ટમેટાના હોલસેલ ભાવમાં 800નું ગાબડું

- text


રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોથમરી પ્રતિમણ 620 રૂપિયાના ભાવે વેચાઈ

મોરબી : છેલ્લા એકથી દોઢ મહિનાથી લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને અકળાવી રહ્યા છે ત્યારે લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં વડામથક એવા રાજકોટ માર્કેટિંગ યાર્ડના કોથમીર અને ટમેટાના ભાવમાં મસમોટા ગાબડા જોવા મળતા આગામી અઠવાડિયામા ટમેટા ફરી સોંઘા થાય તેવા અણસાર મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ જોઈએ તો સારામાં સારા ટમેટા પ્રતિમણ 2400 રૂપિયા સૌથી ઉંચા ભાવે વેચાયા હતા અને નબળા ટમેટા 2000 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાયા હતા. રાજકોટ યાર્ડના 996 કવિન્ટલ ટમેટાની આવક નોંધાઇ હતી. જ્યારે છૂટક બજારમાં 10 રૂપિયામાં માત્ર બેત્રણ ડાળખી ક મળતી કોથમીરની રાજકોટ યાર્ડમાં 223 કવિન્ટલ આવક સાથે પ્રતિમણ કોથમરી રૂપિયા 350થી 620ના ભાવે વેચાણ થતા હવે કોથમરીના ભાવ ગગડશે.

- text

બીજી તરફ હોલસેલ માર્કેટમાં બટાટા 130થી 340 રૂપિયા પ્રતિમણ, ડુંગળી 160થી 450 રૂપિયા પ્રતિમણ, રીંગણ 400થી 700 રૂપિયા, કોબીજ 350થી 600 રૂપિયા, ફ્લાવર 300થી 550, ભીંડો 400થી 800, ચોળા 550થી 780, ગુવાર 1000થી 1550 અને દૂધી 200થી 350 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાણ થઈ હતી અને શાકભાજીની નવી ધૂમ આવક નોંધાઇ હતી.

- text